STORYMIRROR

Sachin Soni

Romance

4  

Sachin Soni

Romance

બહાનું

બહાનું

1 min
60

ફરી આજ આભને મનમૂકી વરસવાનું બહાનું મળી ગયું,

એકલતાની ઓથે વાર્તાલાપ કરવાનું બહાનું મળી ગયું.


પ્રભાતે છેડયો હતો હાર્મોનિયમ સૂર પ્રેમ તણો સંગાથે,

કોણ કોના નસીબે મળ્યાં તને પૂછવાનું બહાનું મળી ગયું.


આજે પણ મારા દરેક શ્વાસે રટાય છે એક નામ તારું,

કરું છું પ્રેમ એવું દિલ ખોલી કહેવાનું બહાનું મળી ગયું.


તારોને મારો સંગાથ, સાથ હતો આપણી હિંડોળાખાટ,

તારા ઝાંઝરનો ઝણકાર સાંભળવાનું બહાનું મળી ગયું.


સાચવી રાખેલા સંભારણા, એકમેકની સમક્ષ ખોલ્યાં,

સાતભવ સુધી તારો હાથ માંગી લેવાનું બહાનું મળી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance