Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sachin Soni

Inspirational Thriller

4.5  

Sachin Soni

Inspirational Thriller

ભગત

ભગત

5 mins
45


સવારનાં આઠ વાગ્યાંનો સમય થયો હતો અને ગામનાં છોકરાઓએ કાળો દેકારો કરતાં, એક ગલીમાંથી બીજી ગલીમાં બીજીમાંથી ત્રીજી ગલીમાં બધાં છોકરાઓ જાણે એ વાંદરાની પાછળ પાછળ દોડતાં દેકારો કરતા, વાંદરાને જોવા માટે એની પાછળ ચક્કર લગાવતાં હતા, ભગવાન જાણે આ વાંદરો આજે ક્યાંથી ગામમાં ઘુસી આવ્યો ? અને એ વાંદરો પણ જાણે તોફાને ચડ્યો હોય એમ કૂદકા મારતો એક ડેલીએથી બીજી ડેલીએ જતો અંતે હારી થાકીને એક ડેલીની વંડીએથી છલાંગ મારી ફળિયામાં ઊભેલા લીમડાનાં ઝાડ પર જઈને બેસી ગયો. પણ પેલી છોકરાઓની ટોળકી હજું થાકી ન હતી, એ ટોળકીએ ડેલીની બહારથી સાવ જર્જરિત હાલતમાં ઉભેલી પતરાની ડેલી એકીસાથે ખખડાવાં લાગ્યાં.

અંદર શિરામણ કરવાં બેઠેલાં મણીમા એ મોટેથી બૂમ પાડતાં "બોલ્યાં એ આવું છું જરા ધીમે ખખડાવો હજું બકાલું આવ્યું નથી." એવું બોલતાં બોલતાં સિત્તેર વર્ષના કમરથી ઝૂકી ગયેલાં કોફી કલરનો ચણીયો, થિંગડું મારેલો કાળો કમખો, અને માથે કાળું કાપડું ઓઢેલાં મણીમા આંખથી ઓછું દેખાતું હતું તો પણ માંડ ડેલી સુધી પહોંચ્યાં અંદરથી ડેલી ખોલી તો સામે છોકરાઓની ટોળકીને જોઈને મનોમન બોલ્યાં આ વાનરસેના મારી ડેલી એ કેમ ભેગી થઈ છે આજે ?

"આ શેનો દેકારો ઉપાડ્યો છે છોકરાવ શું થયું ?" " છોકરાઓની એ ટોળકીમાંથી એક છોકરો બોલ્યો મણીમા ઉપર જોવો તમારા લીમડાનાં ઝાડ પર વાંદરો આવી બેઠો છે."

મણીમા એ ઝાડ પર નજર કરી જોયું પણ એમની નજર ઝાંખી હોવાને કારણે વાંદરો દેખાયો નહીં, મણીમા છોકરા ઓ પર ગુસ્સે થતાં "બોલ્યાં અહીંયા કોઈ વાંદરો નથી ચાલો તો હાલતા પડો એમ કહી ડેલી પાસે પડેલી લાકડી હાથમાં લઈ છોકરાઓ સામે ઉગામી બોલ્યાં ભાગો અહીંથી નકર આ ડંગોરો તમારો સગો નહીં થાય." થોડીવારમાં તો બધા છોકરા ઓ ત્યાંથી ચાલી નીકળ્યાં અને મણીમા એ ડેલી બંધ કરી અંદર ગયાં.

અંદર ગયાં તો ખરા પણ મણીમાનું મન તો ન માન્યું એમને ઝાડ પર નજર કરી જોયું પણ વાંદરો દેખાયો નહીં, એટલે ઘરમાં જઈ ચશ્માં શોધ્યાં ફરી ફળિયામાં આવી આંખોએ ચશ્માં ચડાવી, નજર ઉપર કરી એક હાથ કપાળ પર રાખી બહુ ઝીણી નજરે જોયું તો ઉપર વાંદરો દેખાતાં જ મણીમા એ બે હાથ જોડી નતમસ્તક થઈ બોલ્યાં, અહો ભાગ્ય મારાં આ ગરીબ શબરીની ઝુંપડી એ રામ તો ન આવ્યા પણ રામજીના ભગત શબરીની ઝુંપડી એ પધાર્યાં આવો બાપલા આવો. 

મણીમા જ્યાં ઊભાં હતાં તે જગ્યા પર ગોળગોળ ચકરડી ફરતાં ફરતાં મુખેથી ગીત ગણગણવાં લાગ્યાં,

"કોઈ જોવો શબરીની ઝુંપડી એ ભગત પધાર્યાં,

   આ ગરીબડીનું આગણું પાવન કરવા ભગત પધાર્યાં"

મણીમા આજે બહું ખુશ હતા અને લીમડા પર બેઠેલા ભગત સામે સંવાદ કરવા લાગ્યા, ભગત તમને ખબર આજ મારા ઘરે દશ દશ વર્ષે કોઈ અતિથિ મારે આંગણ પધાર્યાં છે, મારા ઘરનું માણસ ભગવાન પાસે ગયા પછી કોણ મારી ઝુંપડી એ આવે હું એકલી અટૂલી ડોશી, બકાલું વહેંચી મારું પેટ ભરું છું, નથી કોઈ મારે પિયરમાં કે નથી કોઈ સંતાન મારે, કોણ આવે ઘેર મારે અરે ! ભગત તમે થોડો વિસામો ખાવ ત્યાં હું રસોડે જઈ લાપસીના આંધણ મુકું.

આટલું બોલી મણીમા ખરેખર એજ સમયે રસોડામાં જઈ ચુલ્લો પ્રગટાવી, તપેલીમાં ઘઉંનો લોટો શેકયો, લોટ શેકાઈ ગયાં બાદ ઘીનું મોંણ દઈ, ગરમ કરેલા ગોળમાં ઉમેરી મણીમા એ લાપસી બનાવી, સાથે બટેટાનું શાક, રોટલી બનાવી ભાણું તૈયાર કરી, ફળિયામાં જઈ ઝાડ નીચે મૂકી મણીમા તો ડેલી ખોલી નીચે કપડું પાથરી શાકભાજી ગોઠવી ડેલી બંધ કરી બહાર બેસી ગયાં.

બપોરના સાડા બાર વાગ્યે બકાલું આટોપી ઘરે આવ્યાં થાળીમાં જોયું તો થાળી સાફ હતી, ભગત પણ લીમડા પર હતાં, મણિમા ખુશ થઈ ગયાં આ વાતને એક મહિનો વીતી ગયો રોજ મણીમાં સવાર સાંજ થાળી મૂકે અને ભગત ચટ કરી જતાં, ધીમે ધીમે ભગતને મણીમાની બીક ઊડી ગઈ અને ભગત ફળિયામાં નીચે આટાફેરા કરતાં થઈ ગયાં, હવે તો થાળી મૂકે તો ભગત મણીમાની હાજરીમાં સાફ કરી જતાં.

સમય સરકવા લાગ્યો છ મહિના થયાં છતાં ભગત એ તો હવે કાયમીનો મુકામ લીમડે રાખ્યો, અને મણીમા પણ ભગત સાથે વાતો કરતાં જાય એનું કામ કરતા જાય, બસ આમ ધીમે ધીમે તો ગામનાં માણસો પણ વાંદરાને મણીમાનો ભગત કહેવા લાગ્યાં, મણીમા ડેલીએ બેસી શાક વેચતા ત્યારે ભગત પણ મણીમા સાથે બેસવાં લાગ્યાં, થોડો સમય શાક લેવાવાળા માણસો ડરતાં, પણ હવે તો આ રોજનું થયું મણીમા પાસે શાક લેવાવાળાની ભીડ વધતી ગઈ, કારણ કે જે પણ શાક લેવા આવે સાથે પોતાના બાળકોને લાવતાં, એ બાળકો પણ ભગતને જોઈ ખુશ થતાં, જો કોઈ ભગતથી ડરે તો મણીમા ડેલી ખોલે એટલે ભગત સમજી જતાં અંદર જતાં રહેતાં, આમને આમ દિવસો પસાર થવા લાગ્યાં, મણીમા અને ભગત વચ્ચે મા દીકરા જેવો સંબંધ વિકસવા લાગ્યો.

ભગત મણીમા કે એટલું કરતાં કોઈ દિવસ ક્યાંય ગામમાં જવું નહીં, બસ મણીમા આપે એ ખાઈ લેતાં કોઈ જાતનો રંઝાડ નહીં, મણીમાને તો થોડા વખતમાં વેપાર વધવા લાગ્યો તો મણીમા પણ ભગત માટે હવે ખુલ્લા દિલે ભગત માટે ભગતને ભાવતા કેળા સફરજન વગેરે લાવતાં, પણ મણીમા એ કોઈ દિવસ એમાંથી એક કટકી પણ ચાખતાં નહીં, આટલાં દિલાવર મણીમાના જીવનમાં જેટલું દુઃખ વેઠયું એ બધું ભૂલી ગયા અને મનમાં ભગવાનનો પાળ માનતાં કે મને સંતાન નથી આપ્યું પણ આ ભગત રૂપે મારી વૃધ્ધા અવસ્થાની લાઠી બનાવી ભગતને ભગવાને મોકલ્યાં છે.

મણીમા ક્યાંય પણ જતાં તો ભગત એની સાથે રહેતાં, મા ને દીકરા વગર ન ચાલે અને દીકરા ભગતને મણીમા વગર ન ચાલતું, આખું ગામ પણ આ અબોલ ભગતના મણીમાને મોઢે વખાણ કરવા લાગ્યાં, મણીમા જે ભગતના વખાણ કરે એને અચૂક કહેતા બાપલા મારા અને ભગતના બહુ વખાણ ન કરો જો જો અમારા આ મા દીકરાના સંબંધ પર કોઈની નજર ના લાગે, અને ખરેખર બન્યું પણ એવું વૃદ્ધ મણીમાને એક દિવસ જોરદાર તાવ આવી જતાં, મણીમા ખાટલે પડી ગયા ઉંમર પણ પાકી ગઈ હતી મણીમા સાવ લાચાર થઈ ગયાં હતાં, બિચારા અબોલ ભગત પણ મનોમન મુંજાઈ ગયાં, કરે તો એ શું કરી શકે, મણીમાને આમ ખાટલે પડ્યાં જોઈ પણ શકતાં ન હતાં.

અંતે ભગત એના પાડોશમાં રહેતા સમજુ માસીને ઘરે જઈ સમજુબહેનનો સાડીનો છેડો પકડ્યો એટલે સમજુબહેન સમજી ગયાં, કે મણીમાને કામ હશે તો ભગત આવ્યાં હોય, આગળ આગળ ભગત અને પાછળ સમજુબહેન મણીમાને ઘરે આવ્યાં, સમજુબહેને મણીમાની હાલત જોઈ ડોકટર બોલાવ્યા, દવા આપી અને મીઠાનાં પોતા કપાળે મૂકવાનું બે દિવસ કહ્યું, સમજુબહેને સાંજ સુધી પોતા મૂક્યાં અને સાંજે ચાલ્યાં ગયાં.

સમજુબહેનના ગયાં પછી ભગતે આ કામ શરૂ કર્યું, દીકરાની માફક મણીમાને મીઠાનાં પાણીના પોતા સવાર સુધી મૂક્યાં સવાર થતાં તો મણીમા સ્વસ્થ થઈ ગયાં અને ભગવાનનો પાડ માનતાં "બોલ્યાં પ્રભુ દરેકને તું દીકરો આપે તો મારા આ ભગત જેવો જ આપ જે..."


Rate this content
Log in