ક્યાં જાઉં..?
ક્યાં જાઉં..?


ભીતરથી ભાંગેલો અંદરથી
દાઝેલો ક્યાં જાઉં ?
ઓરડો છે સાક્ષી ભીંતે ફોટામાં
મઢેલો ક્યાં જાઉં ?
થાય મારી ગેરહાજરીમાં
ઘરના અધૂરાં કામ બધાં,
નીરખું નજરે મારી દૂર દુનિયાથી
છૂટેલો ક્યાં જાઉં ?
વલખાં મારુ મારાં પોતીકા પર
હૈયેથી હેત વરસાવવાને કાજ,
જોઈ અંતર સળગે બરફ માફક
થિજેલો ક્યાં જાઉં ?
લાગી લગન મને મારા ગૂંથેલ માળામાં
જઈ કલશોર કરવાની,
કપાઈ પાંખો મારી તરફડતો
મરેલો ક્યાં જાઉં ?
અવાવરું થયો મારાં વિનાનો મારો
મનગમતો ઓરડો,
મારાં પોતીકા દ્વારા સ્મશાને
સળગાવેલો ક્યાં જાઉં ?