બાપુ આવો તમે
બાપુ આવો તમે
આજે ફરી જરૂર પડી દેશને બાપુ આવો તમે,
ફરી રામ, રહીમ, કૃષ્ણ બની બાપુ આવો તમે.
માઝા મૂકી મોંઘવારી એ ફેલાવ્યું વિષ જગતમાં,
મોહન થઈ મોંઘવારીને નાથવા બાપુ આવો તમે.
કચડાઈ રહ્યાં છે કુમળાં ફૂલ રાક્ષસો દ્વારા આજે,
ગાંધી લાકડી ચલાવવા નરાધમો પર બાપુ આવો તમે.
સત્યના નામે અસત્યનો વ્યાપ વધ્યો જગતમાં,
શિક્ષક બની સત્યનો પાઠ ભણાવા બાપુ આવો તમે.
નાત જાતને ધર્મના નામે વધી રહ્યાં છે રમખાણો જગતમાં,
અહિંસાનો માર્ગ બતાવવા વિશ્વ શાંતિ કાજે બાપુ આવો તમે.