STORYMIRROR

Manjula Bokade

Inspirational

4  

Manjula Bokade

Inspirational

ધરાની પ્યાસ

ધરાની પ્યાસ

1 min
390

ધરાની પ્યાસ બુઝાવી આવીને મેહુલિયા માણેગારે,

વરસ્યો સાંબેલાધાર વરસાદ અને કર્યો ધરતીનો શણગાર.


ધરાએ ધર્યું નવપલ્લવિત વધૂનુ મનમોહક રૂપ,

લીલોતરી સાડી પહેરીને સજી સોળ શણગારે.


ઊંચી ઊંચી નારિયેળી જાણે ચુમે છે વાદલડી,

નવપલ્લવિત થઈ મહેંકી ઊઠયા છે વૃક્ષો અને વેલડી.


ધરતીપુત્ર ખેતર ખેડે છે અને માનવ સૌ લાગ્યા કામે,

ધરાએ માનવી પર ખુબ ખુબ મહેર કરી હોય આજે.


પ્રકૃતિ ખીલી ઊઠી જાણે સોળ કળાએ,

પ્રકૃતિ અને પ્રીત પાંગરી છે હર દિશાએ.


મોર ટહુકે અને બપૈયો બોલે, દેડકો બોલે ડ્રાઉ ડ્રાઉ,

પ્રકૃતિ સાથે મન મીત નાચે મોરલાની સાથે.


પ્રિયતમ તારા વિના બધું જ અણગમતું લાગે છે,

તારા વિના શ્યામ તારી રાધા અધુરી લાગે છે.


તારા મિલનની જોવું ચાતક બની વાટ રે,

તારા મારા પ્રીત આ કેવી વેરણ બની રાત રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational