STORYMIRROR

Manjula Bokade

Romance

3  

Manjula Bokade

Romance

પ્રેમના ભ્રમણામાં

પ્રેમના ભ્રમણામાં

1 min
139

એકબીજાને મળ્યા અને પ્રેમના અંકુર ફૂટ્યા,

પ્રેમ થયો અને દિલમાં ઉભરાતા હેતના સરોવર ઉમટ્યા,


પ્રીત પાંગરી અને દિલના સરનામા એક થયા,

હું રહ્યો પ્રેમના ભ્રમમાં તમે બીજાના થઈ ગયા,


હું રાહ જોતો રહ્યો તમારી, લઈ ફૂલ હાથમાં,

તમે તો સેજ સજાવી બેઠા બીજાની બાથમાં,


તમે તો આગળ વધી ગયા તમારા સાજનના પ્રેમમાં,

હું તો પાછળ રહી ગયો તમારા પ્રેમના ભ્રમણામાં,


હું તો પ્રેમમાં વિરહ વેદના સહન કરૂં છું,

તમે તો પ્રેમ ભૂલાવી બીજાની વાતો કરતા થઈ ગયા,


મને તમે ગમની ગર્તામાં ધકેલી, આ દુનિયામાં છોડી ગયા,

તમે તો તમારા સાજનની સાથે ખુશીઓ માણતા થઈ ગયા,


મને ઘણો સમય લાગ્યો તારા વિરહની અગ્નિમાંથી નીકળતા,

સમય વીતાવી લઉ છું હું આજે તારા પ્રેમના ભ્રમણામાં,


આજે જાગ્યો છું તારા પ્રેમના ભ્રમણામાંથી,

હું પણ લઈ રહ્યો છું પ્રેરણા જીવનરૂપી ઝરણાંમાંથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance