વીતેલાં વર્ષની ખાટીમીઠી યાદ
વીતેલાં વર્ષની ખાટીમીઠી યાદ
ખોલતા કમાડ વીતતાં વર્ષોના આજ,
વહી આવે છે વીતેલી ક્ષણો માનસપટ પર રાજ,
એ સમી સાંજ અને દિલનાં દરિયે ઉછળતા મોજા,
હૃદયના ધબકારા અને રૂદનના એ ઘેરા અવાજો,
મનને વિચલિત કરી જાય તેવી અસંમજસ્યની વાતો,
તો મનને મનાવી કરતી કુનેહપૂર્વક સમજણની વાતો,
યાદ આવે છે એ વીતેલા ખુશીના, ખુશહાલ દિવસો,
ત્યાં જ ખુશી સરકી પડી હોય અને ગમમાં બદલાઈ તેવી યાદો,
આજે વાગોળીએ વીતતાં વર્ષની ખાટીમીઠી યાદ,
લાગણી અને ખુશી સાથે વીતાવેલી પ્રિયતમ સાથેની રાત,
નવપલ્લવિત વૃક્ષ જેમ વસંતને માણે છે અને પતઝડનો કરે છે સ્વીકાર,
તો આજે આપણે યાદોને દિલમાં સંઘરી, આવનાર વર્ષને આવકારીએ.