STORYMIRROR

Manjula Bokade

Inspirational

3  

Manjula Bokade

Inspirational

બાપુજીનો સનેડો

બાપુજીનો સનેડો

1 min
219

સનેડો સનેડો બાપુજીનો સનેડો,

આખા વિશ્વમાં ગાજ્યો આ તો સનેડો,

બાપુએ કરી સફાઈ અને લોકોને કર્યા જાગૃત,

શીખવ્યા સ્વચ્છતાના પાઠ પાઠ સનેડો

સનેડો સનેડો બાપુજીનો સનેડો‌‌.....


સત્ય અહિંસાની જ્યોત જલાવી,

કરી દીન દુઃખીઓની સેવા,

કર્યા ભલાઈના કામ કામ સનેડો 

સનેડો સનેડો બાપુજીનો સનેડો‌‌.....


બાપુએ કરી અમદાવાદથી દાંડીયાત્રા,

કર્યો મીઠાનો સત્યાગ્રહ, ચપટી મીઠું ઉપાડીને,

તોડ્યો મીઠાનો કાયદો કાયદો સનેડો 

સનેડો સનેડો બાપુજીનો સનેડો‌‌.....


બાપુએ કરી આઝાદી માટે ઘણી લડત,

ભારતને અહિંસા જોરે અપાવી આઝાદી,

દેશના ન બન્યા કોઈ મંત્રી મંત્રી સનેડો

સનેડો સનેડો બાપુજીનો સનેડો‌‌.....


નાથુરામ ગોડસેએ મારી ગોળી,

બાપુનાં પ્રાણ ગયા હો ઊડી,

હે રામ બોલતા, બાપુએ લીધી વિદાય વિદાય સનેડો. 

સનેડો સનેડો બાપુજીનો સનેડો‌‌.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational