વીર સૈનિક
વીર સૈનિક
દેશની સુરક્ષા માટે સરહદ પર ઉભો રહે છે સતત,
એવા વીર સૈનિકો ને શત શત નમન.
જેને માભોમની રક્ષા માટે નથી જોઈ છે દિવાળી,
નથી રમ્યો કદી હોળી નો રંગીન કલર,
એવા નીડર સૈનિકોને શત શત નમન.
ભારતમાંની રક્ષા માટે હંમેશા રહેતો એલૅટ,
જેને પોતાના સુખ-દુઃખનું પરિવારનો નથી કર્યો વિચાર,
એવા બહાદુર સૈનિકો ને શત શત નમન.
સરહદ પર શત્રુ સાથે સંઘર્ષ કરતો સતત,
શત્રુઓ સાથે લાલ રક્તનો રમતો કલર,
એવા જાબાજ સૈનિકો ને શત શત નમન.
દેશદાઝ એના લોહીમાં વહેતું હરદમ,
દેશની રક્ષા માટે સર્વસ્વ કરતો અર્પણ,
એવા શહીદ સૈનિકોને શત શત નમન.
પોતાનો જીવ જોખમમાં મૂકી,
આપણને રાખે છે સુરક્ષિત,
એવા ભારતીય વીર સૈનિકો ને નમન.