ઋણાનુબંધન
ઋણાનુબંધન
ના કર આટલો બધો પ્રેમ મને,
કે એનું ઋણ ચુકવીના શકુ,
ના કર આટલી યાદ મને,
કે તારી આદત બની છુટી ના શકુ,
ના કર મનમાની તારા મન સાથે,
ફકત સબંધ છે 'રુહ' સાથે,
ના કર આટલી યાદ મને,
કે તારા આંસુ બની લૂછી ના શકુ,
ના કર મારો પીછો કે તારો પડછાયો,
તો હું બની ના શકુ,
ના કર મારી નજર સાથે છેડા કે,
તારી નજર તો બની ના શકુ.

