STORYMIRROR

Jignasha Patel

Romance

3  

Jignasha Patel

Romance

મધુર સંગાથ

મધુર સંગાથ

1 min
254

સપનામાં જોયેલો મધુર ખ્વાબ છે તું

એક રીતે અનુભવાયેલી આદત છે તું, 


મને એટલી ખબર છે ગમે તેવો હોય તું

પણ મારા માટે તો મારી આદત છે તું, 


તું હોય ત્યારે કંઈ બોલી નથી શકતી  

તું ના હોય તો હું રહી પણ નથી શકતી, 


આ સુખ-દુઃખના રસ્તાઓનો સહારો છે તું

આ ખાટી-મીઠી કેડીનો જીવનસંગાથી છે તું, 


તારાથી રિસાઈને જઈશ તો ક્યાં જઈશ ?

દિશાઓ ફરીને તારી બાજુ જ વળાંક લેશે,


તારા વગર શું હશે દિવસ- રાત ? કેવી હશે જિંદગી ? 

કડવા હોય કે મીઠા સંબંધોના દરેક સ્વાદ માણીશું, 


જીવનપંથ પર એકમેકમાં પરોવાય આગળ વધીશુ

મારો શ્વાસ તો તું જ ને અંતે, તું જ મારો 'હમસફર'.


Rate this content
Log in

Similar gujarati poem from Romance