મનમીત
મનમીત
1 min
356
હે મુરલીધર મનોહર ! મારા વ્હાલા માખણચોર છે,
રાધાના કિશન શું કહું તું ગોપીનો ચિત્તચોર છે,
રાધા ગોરી લાગે પણ, તું કાળો કામણગારો,
ગોપ ગોપીઓ ઘેલી તારી, વ્હાલો નંદદુલારો,
નટખટ તારી બધી અદાઓ તું રાજા રણછોડ છે,
મોહી ગઈ 'તી મીરાં, જેણે ઝેર હળાહળ પીધાં,
રાસ રમીને સૌને ઘેલા વનરાવનમાં કીધાં,
મોકો રમવા તારી સાથે શોધે ગોપ ગોવાળ છે,
ગાઢ સંબંધો એવા જાણે સાગર લહેરો ઉછળે
હૃદય ભીતરે ઝરણાં જાણે ખુશીઓના ખળભળે,
જનમજનમની પ્રીત છે કાન્હા તું મારો મનમીત છે.
