STORYMIRROR

Jignasha Patel

Inspirational Others

4  

Jignasha Patel

Inspirational Others

પપ્પાના આંસુ

પપ્પાના આંસુ

1 min
287

નથી આવા દેતા આંસુ કહે છે હું બહાદુર..

કેટલાય સબરસ છૂપાવી બેઠા ભીતરખાને, 


કરે કામ દિવસ-રાત ને થાક મૂકી આવે બહાર 

આવા દેતા નથી ઘરમાં અમને જરાય અણસાર, 


ખભે જવાબદારીનો ભાર ને રોજ નવો અંદાજ 

કહેવાનું તો ક્યાં એમને ફાવે, ચૂપ હોઠે મુસ્કાન, 


મારી ફી લાવો રિચાર્જના, આપે ખિસ્સામાંથી  

નથી આવતા ચશ્મા ને આવે છે મમ્મીની સાડી, 


કરી દીકરી વિદાય ને બંધ ઓરડે જઈ સારે આંસુ 

કાળજાના કટકાને સોંપી 'પપ્પા' એ હૈયે મૂકી કટાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational