એય વરસાદ ચાલ્યો ક્યાં તું?
એય વરસાદ ચાલ્યો ક્યાં તું?


હૈયામાં હેતની હેલી ઊભરાવીને,
મનની મીઠાશને આમ કોરી મૂકીને,
એય વરસાદ ચાલ્યો ક્યાં તુંં ?
આંખોમાં સ્નેહના બીજ દેખાડીને,
દ્રષ્ટિની માટીને આમ કોરી મૂકીને,
એય વરસાદ ચાલ્યો ક્યાં તું ?
હૃદયમાં પ્રેમના નાના અંકુર ઊગાડીને,
લાગણીની લીલોતરીને આમ કોરી મૂકીને,
એય વરસાદ ચાલ્યો ક્યાં તું ?
આંખોનાં સૂકાયેલ આંસુને લીલા કરીને,
વિયોગની આ નદીને સાવ કોરી મૂકીને,
એય વરસાદ ચાલ્યો ક્યાં તું ?
પ્રેમનાં અમાપ એ દરિયામાં ઉછળીને,
ભાવતણી ભેખડને આમ કોરી મૂકીને,
એય વરસાદ ચાલ્યો ક્યાં તું ?
આ દેહમાં પ્રેમના લીલા ઝાડ ઊગાડીને,
મનમાં ઊઠેલ આશંકાને સાવ કોરી મૂકીને,
એય વરસાદ ચાલ્યો ક્યાં તું ?