મનનો દીવડો
મનનો દીવડો
દીવડો કર્યો મેં મન માંહી,
પવન તું ધીમો ધીમો વાજે રે,
દીવડો કર્યો મેં મન માંહી
મનના આવેગો જોવાને,
તનના વિકારોને બાળવાને.
હે...સમદ્રષ્ટિ કેળવવાને રે....
દીવડો કર્યો મેં મન માંહી.
બધાના મનોભાવ વાંચવાને,
આંતરમન ચોખ્ખા કરવાને.
હે....કર્મ બંધનથી છૂટવાને રે...
દીવડો કર્યો મેં મન માંહી.
