STORYMIRROR

Rajusir Garsondiya

Romance

3  

Rajusir Garsondiya

Romance

પ્રેમનો પ્યાલો

પ્રેમનો પ્યાલો

1 min
234

તારાં તે પ્રેમનો પ્યાલો મે પીધો,

અમી તણો ઓડકાર આવ્યો જી રે.


સપનામાં મળતાને સપનામાં ફરતા,

સપનામાં અમે જીવન જીવતા.

હે..સપનામાં અમે સાથ નિભાવ્યો,

સપના સાચા પડ્યા જી રે.

તારાં તે પ્રેમનો પ્યાલો મેં પીધો,

અમી તણો ઓડકાર આવ્યો જી રે.


રાતે ને દિવસે સૂતાને જાગતા,

હાલતાં ચાલતાં અમે સંગાથમાં.

હે..અમે તો એમ મનડાં મનાવ્યા,

એક દિ' ભેગા મળશું જી રે...

તારાં તે પ્રેમનો પ્યાલો મેં પીધો,

અમી તણો ઓડકાર આવ્યો જી રે.


હૃદયનાં એક એક ધબકારા,

એક બીજામાં નામે પૂરતાં.

હે... શ્વાસો શ્વાસમાં અમે ગુંથાવ્યા,

પ્રેમ તણા જોને ગઝરા જી રે..

તારાં તે પ્રેમનો પ્યાલો મેં પીધો,

અમી તણો ઓડકાર આવ્યો જી રે.


હૈયાના હરએક સ્પંદનમાં,

મને તારો અહેસાસ થતો.

હે..દેહના અમે રક્ત વહેવડાવ્યા,

તારાં નામે જીવતા જી રે..

તારાં તે પ્રેમનો પ્યાલો મેં પીધો,

અમી તણો ઓડકાર આવ્યો જી રે.


તારાં તે મુખના મોહક શબ્દોમાં,

પ્રેમ તણા એ ઝૂલતા પુષ્પોમાં.

હે.. નયન કેરા નેહ નીતરવ્યા,

અંગે અંગમાં પામ્યા જી રે..

તારાં તે પ્રેમનો પ્યાલો મેં પીધો,

અમી તણો ઓડકાર આવ્યો જી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance