શું કરું વાત્યું તારા ને મારા નેહની
શું કરું વાત્યું તારા ને મારા નેહની
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
હું તારી કાયા ને તું મારો પડછાયો,
પોઢીશું ભેળા મળી કબરે સંગાથે,
શું કરું વાત્યું તારા ને મારા નેહની !
વાદળ વચાળે ભમતી ચંદા- સૂરજની જોડલી !
હું તારી આત્માને તું મારો પ્રાણ,
ધબકીશું દિલ મહી ઊની લાગણી સંગાથે,
શું કરું વાત્યું તારા ને મારા નેહની !
રણ વચાળે તરસી મૃગજળી તલાવડી !
હું તારી ધરણી ને તું મારો અંબર ભરથાર,
કરીશું મીંઠી વાત્યું ઓલી વર્ષા સંગાથે,
શું કરું વાત્યું તારા ને મારા નેહની !
ભર ઉનાળે ધરાએ ઓઢી લીલીછમ ઓઢણી !
હું તારી આંખલડી ને તું મારો દ્રષ્ટા,
નિહાળીશું ભેળા મળી એ દિવાસ્વપ્ન સંગાથે,
શું કરું વાત્યું તારા ને મારા નેહની !
ચંદાની ચાંદનીમાં ન્હાતી ચાતક બેડલી !