STORYMIRROR

Neha Patel ***નેહ***

Romance

4  

Neha Patel ***નેહ***

Romance

મળવાની આશ

મળવાની આશ

1 min
43

તને મળવાની લાયમાં,

આખી રાત ઉજાગરો કરી,

વાંચેલ યાદો નું પુસ્તક,

સવાર પડતાંજ સૂર્યના તડકામાં,

ઝાકળબિંદુની જેમ ઉડી ગયુ!


તને મળવાની લાયમાં,

ઓશિકા નીચે છુપાવેલું એક અશ્રુબિંદુ,

રાહ જોતાં-જોતાં જ સમયના વહેણમાં,

રણની રેતની જેમ સાવ કોરૂ કટ થઈ ગયું !


શું કરું લાચાર બની છે મારી આંખો,

પાંપણો વચ્ચે એક યાદોનું ઝરણું,

પણ છુપાવી ન શકી.  


Rate this content
Log in

Similar gujarati poem from Romance