હા મને ખબર છે....
હા મને ખબર છે....

1 min

105
હા મારી પાસે ધન નથી પણ પ્રેમ છે,
અને તારી પાસે બન્ને છે,
હા મને ખબર છે.
હા મારી પાસે મકાન નથી,
પણ પ્રેમથી બનાવેલું ઘર છે,
અને તારી પાસે બન્ને છે,
હા મને ખબર છે.
હા મારી પાસે કાર નથી,
પણ નિરાકાર લાગણીઓ છે,
અને તારી પાસે બન્ને છે,
હા મને ખબર છે.
હા મારી પાસે સંપતિ નથી,
પણ સંસ્કાર છે,
અને તારી પાસે બન્ને છે,
હા મને ખબર છે.