STORYMIRROR

Meena Mangarolia

Romance Others

4  

Meena Mangarolia

Romance Others

શ્રાવણીયો

શ્રાવણીયો

1 min
65


શ્રાવણીયો વરસ્યો

આખી રાત,

મારા તનને ભિંજવી

શકયો,

પણ મારા મનને

ના ભીંજવી શકયો.


ઘેરાયુ આખુ આકાશ,

કાળા વાદળોથી,

પાણીથી લથબથ હું,

છતાંય મારા મનને

ભીંજવી ના શકયો.


રહી ગયો તરસ્યો તું,

આ ઝરમર વરસાદમાં,

અને રહી ગઈ તરસી હું,

આ ઝરમર વરસાદમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance