ગઝલ - પત્ની કહે
ગઝલ - પત્ની કહે
ટાંટિયો ઘરમાં ટકાવે તો કહું,
ઘર તરફ મુખને નમાવે તો કહું.
ભાર આખા જગનો માથે લૈ ફરે,
મોઢું હસવાને હલાવે તો કહું.
ને રહે થૈને શરમની પૂંછડી,
વેણ એનું કો' કઢાવે તો કહું.
તોય એને હું ખિજાવાની નથી,
ઘરને માથે લૈ ગજાવે તો કહું.
ગામની પંચાત 'સાગર' મારે શું?
આંખ ખોટી પણ ચડાવે તો કહું.