ક્યાંક તું તો નથી ?
ક્યાંક તું તો નથી ?
1 min
225
આ હવાની લહેરખી,
ક્યાંક તું તો નથી ને સખી ?
આ પારિજાત પમરે,
કોયલ પણ ચહેકે,
રંગ પસારે રાતરાણી,
ક્યાંક તું તો નથી ને સખી ?
અલપ ઝલપ વ્યોમ વાદળી,
ખગ્ રચે વિહાર,
મૌન છતાં આ બોલકું,
નભ તું તો નથી ને સખી ?
કેેડીઓ વિરહે પગરવને,
તપ્ત ધરા મહેકે,
પસારે પાલવ નીત નવા,
રંગધનુષ તું તો નથી ને સખી ?
મેઘ ધારા પ્રસરે જરાક,
આ ઢેલ પણ ઢહુંકે,
પ્રણયી મોરની આહા !
કળા ક્યાંક તું તો નથી ને સખી ?