હું વાંચી જાઉં છું
હું વાંચી જાઉં છું


એમ કહેવાની હવે છે ક્યાં જરૂર ?
પ્રેમ તારી આંખે વાંચી જાઉં છું.
હોઠથી સ્પર્શે નહિ પણ તું ભલે,
સ્મિત તારું સ્પર્શીને શરમાઉ છું.
એમ તો અંતર ભલે રાખ્યું તમે,
તારા અંતરમાં હવે પ્રસરાઉં છું.
સુક્કા રણને હું રહ્યો સરખાવતો,
સ્નેહ તારો અડકીને ભીંજાઉં છું.
તારું ગમતું ચિત્ર જ્યારે જોઉં હું,
તારા રંગોમાં હુંય રંગાઉં છું.
બોલ તારા છો હવે છેટાં રહ્યા,
એના લયમાં હું હવે છંટાઉં છું.