ઓથાર
ઓથાર
એક ઓથાર છે કે બીજુ હું કાંઈ નથી કે'તી,
મારા પ્રશ્ર્નથી પ્રશ્ર્નાર્થ થયો, એ ચર્ચા તમારી હતી.
જવાબમાં લાગણીનો ઉમળકો હું શોધતી,
તારી ભાષામાં આંખોનું સ્મિત હું શોધતી.
પ્રશ્ર્નમા પ્રેમાળ વ્યથાની હૂંફ હું શોધતી,
ભ્રમના ચિત્તમાં હું મસ્તી પણ શોધતી.
પરાણે રોકેલા આસુંની બુંદ હું શોધતી,
અચાનક જ ખડખડાટ ક્યારેક હું હસતી.
મનને હું ક્યારેક ખૂણામાં સંતાડતી,
બે ઘડી એકલી ખૂદને હું મનાવતી.
દર્પણની સામે ખૂદનો સંગાથ શોધતી,
મૌન રહી ક્રિષ્ના મોરલીને શોધતી.