STORYMIRROR

Krishna Jikadra

Others

4  

Krishna Jikadra

Others

પપ્પા સાંભળો ને

પપ્પા સાંભળો ને

1 min
215

પપ્પા સાંભળો ને કહું છું પાછા આવો ને,

તમે જ ખીલાવેલો બગીચો કરમાયેલો લાગે છે,


કોઈ ખૂણે તમારી કમી નથી અહીંયા,

માત્ર ભીતરનો ખૂણો સાવ અધૂરો લાગે છે,


એક ખૂણે તમારો જ છાયો અને પ્રતિંબિંબ લાગે,

તમારી હૂંફનું આવરણ કૈ'ક આસપાસ લાગે છે,


હમણાં હમણાં તમને જોયાનો અહેસાસ લાગે,

તમારા વ્હાલપની અભિવ્યક્તિ ક્યાંક ગૂમસૂમ લાગે છે,


શૂન્ય થયાં મુજ ભીતરથી છતાં નજદીક લાગે,

શબ્દ સંતાડી કરુ કિતાબ લાગણી અકબંધ લાગે છે,


આપણી મુસાફરી કશે તો મૂંઝાણી લાગે,

સાઈકલ જેવી ચક્રીકા કશે રીસાણી લાગે છે,


વ્હાલા પપ્પા સાંભળો છો પાછા આવો ને,

'મોરલી' પાડે સાદ પપ્પા જલ્દી આવો ને.


Rate this content
Log in