મંદિરનો હોકારો ભૂલ્યા
મંદિરનો હોકારો ભૂલ્યા

1 min

40
પડદો પડી ગયા પછી,
કિરદાર શાને શોધો છો ?
સ્થાન આપ્યું છે અંતરમાં,
તો અત્તર શાને શોધો છો ?
ઈશ્વર પોતાના અંદર છે,
તો મંદિર શાને શોધો છો ?
તેમા શિલ્પીની કલા રમે છે.
તો ઈશ્વર શાને શોધો છો ?
બહાનું મુકો હવે ઈશ્વરનું,
પ્રકૃતિને સવાલ પૂછો છો ?
પોતે અમીર બન્યા આજે,
છતાં ભીખ મંદિરે માંગો છો ?
કદાચ વ્યાજ ડબલ મળશે હવે,
એટલે પેટીમા લાલચ મુકો છો ?
અસત્ય મંદિરનો હોકરો ભૂલયો,
એટલે ટકોરા જોરથી મારો છો ?