કોરોનાએ પગ મૂક્યો જગતમાં
કોરોનાએ પગ મૂક્યો જગતમાં

1 min

18
દિવસે ને દિવસે કોરોનાનો હાકો વધ્યો,
વધ્યો કોરોના ને, મૃત્યુ અંક પણ વધ્યો,
એમના પરિવારની અરજી તમે સાંભળો.
પ્રભુ મારા પ્યારા....
શાકભાજી વગરના લોકો થયા ભૂખ્યા,
લોકડાઉને પગ મૂક્યો હવે મારા દેશમાં,
ઘરમાં પુરાયેલા લોકોની અરજી તમે સાંભળો.
પ્રભુ મારા પ્યારા....
કમાણી વગરના લોકો થયા બેરોજગાર,
મંદીએ તાંડવ સર્જયુ હવે જગતમાં,
મંદીમાં આ લોકોની અરજી તમે સાંભળો.
પ્રભુ મારા પ્યારા....
લોકો હારીને હવે, પોતાને વતન વળ્યાં,
કોરોનાએ પગ મૂક્યો હવે જગતમાં,
ગરીબડા મજૂરની અરજી તમે સાંભળો.
પ્રભુ મારા પ્યારા....