STORYMIRROR

Krishna Jikadra

Others

3  

Krishna Jikadra

Others

કાનજીની મુલાકાત

કાનજીની મુલાકાત

1 min
66

કાનજી તારી મુલાકાત એક ભવ્ય થઈ ગઈ,

આજ જિંદગી મારી ધન્ય થઈ ગઈ..


જિંદગીમાં કાનજી તારી ચાહત થઈ ગઈ,

આ જીવને હવે, તારી આદત થઈ ગઈ..


તારા મોરપીંછ પાગની, હું દિવાની થઈ ગઈ,

તને જોયાનો અહેસાસ હું કરતી થઈ ગઈ..


સ્વપ્ન અને વાતો મારી, અધૂરી રહી ગઈ,

કાન એકવાર તો જો, હું ગાંડી થઈ ગઈ..


તારા વાંસળીના સૂરમાં, હું ઘેલી થઈ ગઈ,

મગ્ન થઈ કાનજી હું મોહિત થઈ ગઈ..


તારા વિરહમાં ક્રિષ્ના અધૂરી થઈ ગઈ,

એક મુલાકાત તારી ભવ્ય થઈ ગઈ.


Rate this content
Log in