STORYMIRROR

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

કવિતા

કવિતા

1 min
81


શબ્દોનો શણગાર છે,

ને લાગણીનો ચિતાર છે,

મારી આ કવિતા,

શબ્દો મારા,

પણ કદાચ અહેસાસ તમારો છે,

મારી આ કવિતા


ધારું તો લખી નાખું,

હું મારી આત્મકથા,

છે તો મારી જ આ કવિતા,

પણ તું વગર હું શક્ય નથી ને,

એનો જાહેરમાં પ્રચાર નથી,

મારી આ કવિતા.


આમ જુઓ તો જુઠ કે ભ્રમણા છે,

મારી આ કવિતા,

ને એટલે જ જેને માટે લખું છું,

એ વાંચતા પણ નથી,

મારી આ કવિતા.


વાંક નથી એમનો,

હશે કદાચ નીરસ કે છે અર્થહીન,

<

p>મારી આ કવિતા

એટલે ઘણીવાર,

વાંચ્યા વગર જ ભૂંસાઈ જાય છે,

મારી આ કવિતા.


ન પુરી થઈ શકેલી ઇચ્છાઓનો,

આકાર હોઈ શકે,

મારી આ કવિતા,

અથવા અનુભવોનો,

આધાર હોઈ શકે,

મારી આ કવિતા.


પાણી ભરેલું એક પાત્ર કે અરીસો છે,

મારી આ કવિતા,

વાંચનારને પોતાનું જ પ્રતિબિંબ દેખાય જેમાં,

એ છે મારી આ કવિતા,


બધું જ જોઈ શકશો 'નિપુર્ણ'

તમારા જ વિશે તો છે મારી આ કવિતા,

બસ એક શંકાનો પથ્થર,

ને વિખાય જાય, એ છે મારી આ કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance