એ તરફ તું હતી અને આ તરફ હું હતો
એ તરફ તું હતી અને આ તરફ હું હતો


એ તરફ તું હતી ને આ તરફ હું હતો,
એ તરફ તું હતી ને આ તરફ હું હતો,
વચ્ચે આપણા ગુંજતો ગોટાળો હતો.
તું હતી મખમલ ને હું બરછટ પથ્થર,
તોય મુલાયમ સ્નેહનો સહારો હતો,
તું હતી રેત અને હું વહેતો પવન,
પછી તો વંટોળનો ક્યાં આરો હતો ?
તું લીલી વનરાજી ને હું સૂકો બાવળ,
પછી તો આપણોય આગવો સિતારો હતો,
તું હતી ઝરણું ને હું ઉછળતું મોજું,
તારો મારો સુંવાળો સરવાળો હતો.
તું વહેતી મારામાં ને હું ઉછળું તારામાં,
આપણાય મિલનનો એક કિનારો હતો.
એ તરફ તું હતી ને આ તરફ હું હતો,
વચ્ચે આપણા ગુંજતો ગોટાળો હતો.