અર્થ નથી
અર્થ નથી

1 min

40
પામી ગયા તમને હવે અર્થ નથી,
બહેકાવી ગયા તમે હવે અર્થ નથી,
જરૂર હતી સંજોગોવશ તમારી,
સમયે ગયે આવ્યાં હવે અર્થ નથી,
ખાલીપો હતો જીવનભરનો પૂરવાનો,
યાદોંનો ગુલદસ્તો આપો હવે અર્થ નથી,
મળ્યો સાથ જીવનની ડગર પર ક્ષણભર,
સાથનાં આપો એક ડગલાંનો હવે અર્થ નથી,
જીવંત લાગણીઓ કોતરી હતી તમે,
મલમ લગાવો અંગારનો હવે અર્થ નથી.