ડરામણી
ડરામણી
હતું એક સપનું,ડરામણી રાત થઇ ગયું
થયું સવાર ને સુરજની ભાત થઇ ગયું.
ચાંદની કેવી સંતાઈ સવારમાં,
એનું ઝાકળ ને પર્ણ એક નાત થઇ ગયું.
ક્યાંક પંખી કલરાવે, ક્યાંક નવી ઉડાને,
ઓળખીતું હતું આકાશ એની સાથ થઇ ગયું.
ખીલ્યા પુષ્પો, ને ચઢતી મહેક,
ને આખું ઉદ્યાન સુગંધની વાત થઇ ગયું.
થઇ સાંજ, ને સુરજ ક્ષિતિજે,
આકાશે લાલિમાની ભાત થઇ ગયું.
ત્યાંજ લાગ્યો થોડો ડર,
જીવંત જિંદગી ફરી રાત થઇ ગયું.
ફરી આવ્યું ડરામણું એક સ્વપ્ન,
સવાર પડતા સુરજની ભાત થઇ ગયું.

