STORYMIRROR

Katariya Priyanka

Horror

4  

Katariya Priyanka

Horror

અધૂરી ઈચ્છાઓ

અધૂરી ઈચ્છાઓ

1 min
237

અંધારી રાતોમાં,

ચંદ્ર તારાની ચમક ઓઢી,

જાગતી અધૂરી ઇચ્છાઓ.


તમરાની ત્રમ ત્રમ,

શિયાળની ડરામણી લાળી,

નિરવ, ભયાનક રાત્રિમાં,

સળવળતી અધૂરી ઈચ્છાઓ.


દેહવિલિન પંચમહાભૂતમાં,

સમાયો એક નિર્જન પ્રદેશમાં,

તોય ઝણઝણી ઊઠે અધૂરી ઈચ્છાઓ.


પુત્ર- પુત્રી, પત્નિ, સગાસંબંધી,

મનની તૃપ્તિ માટે કરે વિધિવિધાન,

શ્લોકો ને પૂજાપાઠથી કરે પિંડદાન,

દેહ છૂટ્યો, ન છૂટી અધૂરી ઈચ્છાઓ.


જીવનનાં અંતથી,

મૃત્યુની શરૂઆત સુધી,

ક્યાંક બાકી રહ્યા કર્મનાં હિસાબો

મનની ભીતરેથી, કબરની ભીતર સુધી,

અજંપામાં ઘેરે છે,અધૂરી ઈચ્છાઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Horror