રાઝ
રાઝ
એ ભારે રાત મટી અમાસ બની,
પવનની લહેરખી જાજી બની,
રસ્તે ચાલતો હું એકલો,
નિર્ભય માર્ગ તે લાંબો,
હાથે છત્રી લઈ હું બેઠો,
વરસાદની રાહ દઈ જોતો,
ઘડી દોડી બે વાગ્યે,
શ્વાસ ઊભા તે આંગણે,
એક બાળ દોડી આવી,
ઊંધે પગે રોતી ભાગી,
વરસાદની પધરામણી ને,
અમાસની અણધારી,
રાત ઘાટી બની હું એકલો,
મોત દેખું ત્યાં હું ડરતો,
ભણકારની રમઝટ આવે,
રણકારની ખનખન વાગે,
કો
ઈ દેખાય એ ભાસે,
છૂપાયો ઝાડ પાસે,
હાથ ધરી એ જુએ,
આંખો કાઢી એ હસે,
ભરી નીંદરે જાગી જોયું,
સૂર્યના કિરણ ઊગી જોયા,
સપનું હતું કે પ્રાણ હરનાર,
હતો રાઝનો રણકાર,
જોઈ તસ્વીર પાને બેઠો લમણે હાથ,
મરેલી એ બાળ નીકળે એ રાઝ,
રાઝની વાત કરી હું બેઠો,
પોતેજ રહસ્યની જાલે જઈ પેઠો,
સપનું સમજી ભૂલ્યા વાત,
બીજા દિને રમ્યા રામ,
એ ભારે રાત મટી અમાસ બની,
પવનની લહેરખી જાજી બની.