STORYMIRROR

Tirth Shah

Others

5  

Tirth Shah

Others

પિતા

પિતા

1 min
391

સ્મૃતિબિંદુમાં ઝલક છલકી,

ત્યારે પિતાની તસ્વીર બની..


કુણા હૃદયે ભીની આંખે,

કઠણ હાથે હસતી પાંપણે..


ઝાલ્યો હાથ ને કર્યો વ્હાલ,

હૃદયે ચાંપી ને કર્યો ન્હાલ..


પિતાની ઝાંખી જોઈ હૈયે વળતી ટાઢક,

બાપની પ્રતિમા જોઈ કરતા પ્રેમની છાલક..


ઈશ્વરની દેન સમાં માતા,

પ્રભુનું ઋણ સમાં પિતા..


રક્ષકની વૃત્તિ રાખે ને સિંચન એવું,

સંસારની માયા દેખાડી શીખવે તેવું..


સો શિક્ષકની ગરજ સારતી મા,

હજાર આચાર્યની હાજરી કરે બાપ..


મિલનસાર પ્રેમ ને માર તેટલો,

પિતા બની હેત ને વ્હાલ એટલો..


પિતાની દીકરી ને માતાનો દીકરો,

હેતને લાગણી સમાન તેવો પ્રેમ બાપનો..


મૂછે તાવ દેતા ડર લાગે,

લાફે ચડે ત્યારે રાડ પાડે..


સમજની કસોટી કરે ઘણી,

પ્રેમની ધીરજ જોવા જેવી..


હીરો છે એજ મારા પિતા,

એટલે પિતા એ દેવના દીધા..


લાગણીનો શીરો કરે,

લાપસીનો મેવો કરે..


સંબંધની રૂપરેખા દોરે, 

વ્યક્તિત્વની છાંટ નાંખે..


એ તસ્વીર લઈ હું ભજુ,

લિન સ્વરે પિતાને નમું..


સ્મૃતિબિંદુમાં ઝલક છલકી,

ત્યારે પિતાની તસ્વીર બની.


Rate this content
Log in