STORYMIRROR

Tirth Shah

Children

3  

Tirth Shah

Children

ઋતુ

ઋતુ

1 min
259

વળતી ઠંડી ગઈ અને આવી ગરમી,

બળતી બપોરે લૂ અને દાઝે એવી ચામડી..


ઋતુની રાહ બદલાય ઘણી,

ફાગણની ગરમી અઘરી ખરી..


ના મળે ક્યાંય કોઈ જીવ,

ભર બપોરે ઊંઘે એ સજીવ..


નિર્જન જગા અને બળતી ગરમી,

નથી સહેવાતી અને રડે ધરતી..


પાણી, નાળા સૂકાયા નથી જળ,

છતાંય માળે મૂકાય એ પક્ષીના નળ..


સાંજ ટાણે વાયરો વાય,

ઝાલર ટાણે આરતી થાય..


સાંજની ધરતી બને કેસરી,

સાંજની ગરમી બને હરિયાળી..


ભેગા મળી રમે સૌ, હાથે રમતા બાળકો,

ગરમીની વાટે હારે સૌ, નાસે મેદાને બાળકો..


આવી રાત એવી અનેરી,

જે દેખાડે ચાંદની ચાંદની..


હું ઘણું તારા અને રમું વાદળ સંગ,

ઊંઘુ છતે અને દેખું બ્રહ્માંડ રંગ..


એવી બપોરની બળતી ગરમી

જાણે રાત કરે એવી ઠંડી..


ઋતુનું ગમન થયું ને ગઈ ગરમી,

આવી વર્ષા રાણીની પધરામણી..


બાર ગાઉ એ બોલી બદલાય,

બાર માસે ઋતુ બદલાય..


આવી છે ઋતુની પરખ,

જે કરે ઋતુની ઓળખ.

( તીર્થ શાહ )


Rate this content
Log in

Similar gujarati poem from Children