STORYMIRROR

Tirth Shah

Romance

3  

Tirth Shah

Romance

એ ચાલી ગઈ

એ ચાલી ગઈ

1 min
100

અંતે રાહ દેખી,

પણ ના મળી,

ઉદાસ મને પરત ફરી,

એ દિલને મરોડી ચાલી.


સમી સાંજના સથવારે, 

આંગણે બેસી પારણે,

મનોમંથન કરતો એની વાતે,

એ દિલ તોડી ગઈ સાથે.


ઉદાસ મને રડ્યો ઘણો, 

પાગલ બની ઝૂમયો ખરો,

એના નાટકે હસતો એવો,

આજે એની યાદે રડતો ઘણો.


મારા પ્રેમની કસોટી એ,

મારા દિલની પૂજારી એ,

મારા હેતની રાણી એ,

મને તરછોડી ગઈ એ.


વધુ વિશ્વાસ કરી,

પ્રેમની અભિવ્યક્તિ મીઠી,

વ્યક્તિ એવી પ્રેમાળ કેવી,

મને પાયમાલ કરીને નાસી એવી.


હું હેબતાઈ ગયો,

હું ડઘાઈ ગયો,

હું શરમાઈ ગયો, 

હું પસ્તાય ગયો.


એ દિલને મરોડી ચાલી ગઈ,

હું હસતા મોઢે બેસી ગયો,

એ દિલને ઠોકર મારી ભાગી ગઈ,

એ દિલને મરોડી ચાલી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance