STORYMIRROR

Tirth Shah

Inspirational

3  

Tirth Shah

Inspirational

પ્રાર્થના - ઈશ્વરને ભજી આગળ વધો

પ્રાર્થના - ઈશ્વરને ભજી આગળ વધો

1 min
167

ઈશ્વરને ભજી આગળ વધો,

કરુણાની ચાદર ફેલાવ્યા કરો,

પ્રભુ ભક્તિ કરી હેત ધરો,

આત્માની શુદ્ધિ કરી પ્રેમ કરો,


ધ્યાન અને કર્મની સાક્ષી પૂરી,

વ્હાલ અને હેતની હાજરી પૂરી.

ભક્તિના રસે રસ મેળવી,

ઈશ્વરની શરણે આશ મેળવી.


શાંતિનો વિકાર ઉદભવી,

ઈચ્છાનો એકરાર કરી,

ઈર્ષ્યાને તોડી દૂર કરી,

શંકાનું સમાધાન કરી,

પ્રેમની અભિવ્યક્તિ ઉદભવી.


સંયોગને સાથી માની,

સંજોગને વશ થઈ,

પૂર્ણ રૂપે પ્રાર્થના કરી,

ઈશ્વર તને ભજવા ભક્તિ કરી.


લોભ અને મોહ દોડ્યા કરે,

વિઠ્ઠલના શરણે માણસ બેઠા કરે,

મંદિર તણી આરતી થયા કરે,

ઝાલર ટાણે ભજન વાગ્યા કરે,


લીન થઈ મુક્તિ મેળવી,

મોક્ષ થઈ શુદ્ધિ પામી.

ભવસાગર તણી નાવ હંકારી,

જન્મની હોડી દરિયે ખેંચી,

યુવાનીની હોડ મજબૂર બની,

વૃદ્ધે હોડકે બેસી પાર કરી.


ઓ પ્રભુ ભજુ તને,

એજ ધ્યેય તારો મને,

મદદ કરી કૃપા મેળવી,

નિઃસ્વાર્થ થઈ સેવા કરી.

ઈશ્વરને ભજી આગળ વધો,

કરુણાની ચાદર ફેલાવ્યા કરો.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational