STORYMIRROR

Tirth Shah

Inspirational

3  

Tirth Shah

Inspirational

આઝાદી

આઝાદી

1 min
271

આઝાદ બન્યું ભારત થયા ભારતીય,

સ્વતંત્ર બની જાગ્યા અમે નાગરિક,


દેશ ઊગ્યો, જાગ્યો કાયાપલટ કરી,

દુનિયા સમક્ષ ભારતની હાજરી બની,


સ્વતંત્ર બની વતન પ્રેમ ઉદભવ્યો,

દેશની માટીએ સૈનિક પ્રેમ ખીલવ્યો,


સોનાની ખાણ સમો દેશ મારો બેઠો ઘણો,

વિજયના ઝંડા સ્થાપી આગળ વધ્યો ખરો,


દુનિયાની હાજરીએ હાજર બન્યો,

ખ્યાતિ અપાવી વિશ્વમાં સધ્ધર થયો,


સ્વતંત્ર બની દેશ બન્યો,

ધર્મ થકી પ્રાંત મળ્યો,


ભાષા અને ધર્મ ભેગાં કરી,

સભ્ય અને સંસ્કૃતિ એકઠા થઈ,


લીલા વનરાજી અને સફેદ પર્વત,

કેસરી ધરતી અને જાંબલી ગગન,


આ રહી દેશની ખ્યાતિ જે ગર્વ કરાવે,

આ રહી દેશની આઝાદી જે પ્રેમ ધરાવે,


બની આઝાદ રહો મસ્ત થઈ,

દેશ ઝૂમતો સ્વતંત્ર બની,


આઝાદ બન્યું ભારત થયા ભારતીય,

સ્વતંત્ર બની જાગ્યા અમે નાગરિક,

#ફ્રી ઈન્ડિયા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational