STORYMIRROR

Ashish Gajjar

Inspirational

4  

Ashish Gajjar

Inspirational

મુકત

મુકત

1 min
26K


હસતી રમતી બાળકી,

અચાનક ચીસ પાડે છે.

નરાધમો આગળ બચવાની 

ભીખ માંગે છે. 


માં હોય, દીકરી હોય,

કે પછી ભલે ને બહેન, 

હવસમાંજ ખુલતી આંખોને 

બસ રમકડુ લાગે છે !


કયાં ચુકાદો આવે છે, 

જલદી, અપરાધીનો ?

આવા તો હજુ કેટલાય કેસ, 

અદાલતોમાં રોજ ચાલે છે.


કઇ જાતમાંથી પ્રગટી હશે,

આવી હરામી જાત.

ખબર નહીં મનુષ્યમાંથી,

રાક્ષસ કયાંથી જાગે છે.


કાયદો ઘડે છે કે

મજાક કરે છે સરકાર, 

સજામાં પણ ડિસ્કાઉન્ટ;

કરે છે સરકાર,

જબરા નાટક કરે છે સરકાર. 


દસ વર્ષની જેલ,

કે પછી હજારોનો દંડ.

આવી થોડી સજા હોય, 

આ ધંધો તો રોજ ચાલે છે.


નગ્ન કરો ટોળાની વચ્ચે,

ફાંસી એ લટકાવી ભર બજારમાં.

પથ્થર મારો પાપી દેહ પર, 

ત્યારે આવા નરાધમોની, 

જડમુળમાથી ભૂખ ભાંગે છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational