STORYMIRROR

Ashish Gajjar

Others

3  

Ashish Gajjar

Others

મઝા ઓર હોય છે

મઝા ઓર હોય છે

1 min
25.3K


અહીં પંથ પૂછવાની મઝા ઓર હોય  છે

ભૂલા પડી જવાની મઝા ઓર હોય  છે


છે જાણ કે જવાબ મઝાનો હશે તારો 

તો પણ એ માંગવાની મઝા ઓર હોય છે


પાપણની કેદમાંથી નજરોને મુકત કરો 

કારણ એ લૂંટવાની મઝા ઓર હોય છે


તું હૂંફ આપશે ટઢિયાળે ખબર હોત 

ત્યાં સૂધી ધ્રુજવાની મઝા ઓર હોય છે


માથે ચડી ગયેલ નશો પ્રેમનો હતો 

હર રોજ એ પીવાની મઝા ઓર હોય છે


ને જો પછી નયન ખૂલતા વાર લાગે તો 

આંખો ને ચોળવાની મઝા ઓર હોય છે


જો તારી સાથે મારી હરીફાઈ લાગે ને 

તો પાછી હારવાની મઝા ઓર હોય છે


Rate this content
Log in