Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ashish Gajjar

Classics

4  

Ashish Gajjar

Classics

તારી આ ચાલમાં શું "ફરક" છે

તારી આ ચાલમાં શું "ફરક" છે

1 min
12.9K


તારી આ ચાલમાં શું "ફરક" છે,

તારા જ નિતીનિયમોમાં જ "નરક" છે.

લક્ષ્મી રૂપી મમતાના ઉદર માં તું "ગર્ભ" છે,

સમજોને તો આ સાચું "સ્વર્ગ" છે.


જિંદગીના આ રંગમંચમાં તું એક "નાટય" છે,

સમજો તો બધા ના ચહેરાઓ પર જૂઠું "હાસ્ય" છે.

તારી આ ચાલમાં શું "ફરક" છે,

તારા જ નિતીનિયમોમાં જ "નરક" છે.


સમાજમાં બધા રિવાજો હવે માત્ર "કેશીયા" છે,

સમજોને તો આ સાચી "વૈશયા" છે.

તારી આ ચાલમાં શું "ફરક" છે,

તારા જ નિતીનિયમોમાં જ "નરક" છે.


પૈસા થકી તો સમાજમાં તું કહેવાય છે, "હસ્તીઓ",

દાન પુણ્યના મારગ પર તારા જેવી વહેચાય છે, "પસ્તીઓ";

તારી આ ચાલમાં શું "ફરક" છે,

તારા જ નિતીનિયમોમાં જ "નરક" છે.


આધ્યાત્મિક સાથે ચાલીશ તો તારી સાથે કિશન રુપી "સારથી" છે,

નહીંતર તારી આ જિંદગી મોત રુપી ખાલી શણગારેલી "અરથી" છે. 

તારી આ ચાલમાં શું "ફરક" છે,

તારા જ નિતીનિયમોમાં જ "નરક" છે.


Rate this content
Log in