STORYMIRROR

Ashish Gajjar

Classics

3  

Ashish Gajjar

Classics

જો તું છે તો મજા જ

જો તું છે તો મજા જ

1 min
13.7K


જો તું છે તો મજા જ પૂરી રાત ચાલશે,

શબ્દો ખૂટી જશે ને છતાં વાત ચાલશે.


એવું શું થઇ ગયું કે અનુંબંધ હારી ગ્યો, 

ચીલો બતાવી મૃદુ શરૂઆત ચાલશે.


આવી શકે નહીં રૂબરૂ મને તું મળવા,

ત્યાં સૂધી યાદ સાથે મુલાકાત ચાલશે.


શતરંજ જેવી ચાલ ચલાવી જતી રહી,

હાર્યા પછી, અલગ જ રજુઆત ચાલશે. 


ઝાકળ અભાવે છોડ ખરી ગ્યા સમય જતા, 

એં પાનખરની જુઠી કબૂલાત ચાલશે.


કાઢી પ્રણય "બી" લાવ તું, દિલની વખારથી,

વાવી દે એંને નહિ તો એ જીવાત ચાલશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics