STORYMIRROR

Tirth Shah

Inspirational Others

3  

Tirth Shah

Inspirational Others

ઘર

ઘર

1 min
228

નકરું દેવું વધ્યું ત્યારે,

જ્યારે ઘર લીધું માથે..


ભાડાના મકાને રહી સહન કર્યું,

ઉછીના લઈ નવું મકાન બનાવ્યું..


કેટલીય રકમ ભેગી કરી,

છતાંય પૈસો ગયો ઊપડી..


બેંકના ધક્કા ખાઈ બેઠા,

દેવામાં નાણાં ધોઈ હેઠા..


સગા પાસે માંગ્યા થોડા,

સલાહ દીધી મણમણની..


જાત મહેનતે ઘર લીધું,

પાયાના ચણતરમાં પાણી પાયું,


છત બની પરસેવાની,

ઘર બન્યું પરિશ્રમનું..


કથા કરી પગલાં ભર્યાં,

શુદ્ધ મહુર્તમાં ઘરે બેઠા..


ઘર બન્યું એવું,

જ્યાં વાસ થયો દેવનો..


દેવાની ચૂકવણી કરી,

ઘર બન્યું પવિત્ર..


મંગળ અવસર ઉજવી ઘર બન્યું સાકાર,

આજે ઉત્સવ આંગણે ઘર બન્યું મકાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational