વિદાય
વિદાય
આજ ચંદરવો પાથરી શુદ્ધ કાપડ લીધું,
દીકરી ને વળાવી પિતાએ કન્યાદાન કર્યું,
મીંઢળ બાંધી મહેંદી દોરી ચિત્ર કર્યા આંગણે,
ગણેશ સ્થાપી હવન કરી બેઠાં માણસ માંડવે,
લાડુ કરી લાપસી રાંધી,
જન્મના સાથી જોડે બેઠી,
ઘર આંગણે તુલસી વાવી દીવો કર્યો,
પનિહારીએ દીવો કરી જાન તેડી ધર્યો,
પોંખવા બેસી સાસુ જમાઈ કરે લાડ,
લોકો દોડે નાક બચાવવા કરે વાત,
મોજડી ચોરી દિલ ચોરી સખી રમે,
આંખની રમત રમી દિલ ધરી અમે,
જાન તેડી વર ને પામી,
દીકરી દોડી સાસરે,
બાપ રડી રડે ઘણો ભાઈ બોલે ઓછું ઘણો,
માં રડી આંગણે સ્વજન જતાં જાય ઘણે,
ગાવલડી અને કૂતરા રડ્યા,
દીકરી જોતી આંખે વળગ્યા,
વિવાહ પૂર્ણ કરી દીકરી બની વહુ,
દીકરી મટી વહુ પ્રેમ કરે બહુ,
આજ ચંદરવો પાથરી શુદ્ધ કાપડ લીધું,
દીકરીને વળાવી પિતાએ કન્યાદાન કર્યું.