STORYMIRROR

Beena Desai

Inspirational

4  

Beena Desai

Inspirational

નારી

નારી

1 min
26.7K


પા પા પગલી પાડતી

ઝાંઝરથી ઘર કિલ્લોલતી

સૌની લાડકવાયી

સૌના ખોળે રમતી

ફર્ ર્ ફૂદરડી ફરતી

ઝાડની ડાળીએ હીંચતી

સખીઓ 'ને ભાઈને ખીલવતી

મંદ મૃદુ મલકાટથી મનને મહેકાવતી

ઉભી યૌવનની અટારીએ

સ્વપ્નોને ઝરૂખેથી નિરખતી

હથેલીમાં લીલી હીના રચતી

ચક્ષુઓમાંથી મોતી ટપકાવતી

નાજુક કુમકુમ પગલે

પિયરને વિદાય આપતી

સાસરિયામાં ઘર 'ને જાતને શણગારતી

નવા સંબંધોમાં સખી ભાઈને શોધતી

સમજ પડે તે પહેલાં નવજીવન સીંચતી

નાજુક ખભે બધી જવાબદારી નિભાવતી

જન્મ થી જ તું છે ખુશી નો ખજાનો

અંતિમ ઘડી સુધી તું જીવંત પ્રેરણા સ્તોત્ર

       

તો શા કાજે થાય ભૃણહત્યા?

તો શા કાજે બાળમજૂરી કરતી?

તો શા કાજે જ્ઞાનથી વંચિત રહેતી?

તો શા કાજે દહેજમાં હોમાતી?

તો શા કાજે ઘરવિનાની કહેવાતી?

ઓ દુનિયા હવે તો આંખો ખોલો

નારી નથી અબલા...

તક આપો તેને જીવવાની, ખીલવાની

નહિ કરે કદીય પીછેહઠ 

સદા ગૌરવથી શિશ ઊંચુ કરાવનારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational