STORYMIRROR

Mulraj Kapoor

Horror Others

4  

Mulraj Kapoor

Horror Others

ભૂતોની વ્યથા

ભૂતોની વ્યથા

1 min
234

હવે ભૂતો તણી વસ્તી 

લાગે કે ગઈ છે ઘટતી,

પચાવીને જૂની હવેલી, 

બાંધી ઇમારત નવેલી,


ઝાડ જંગલ કાપી નાખી, 

વસાહતોને ઊભી રાખી, 

ભૂતોનાં રહેઠાણ ગયા, 

ભૂતો બહુ વિવશ થયા, 


રહેવાનું ઠેકાણું જવાથી, 

મૂંજાયા ગયા હાલતથી,

દોટ ચારેકોર થઈ ગઈ, 

જઈ માણસનાં મનમાં ગયા સમાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Horror