STORYMIRROR

Deviben Vyas

Horror

4  

Deviben Vyas

Horror

ભેંકાર રજની

ભેંકાર રજની

1 min
416

સ્મશાનવત પથરાય ચારેકોર, એવી શાંતિ છે,

ડાકણ, પલીતો ભૂત જાગે ઘોર, એવી શાંતિ છે,


લાળી કરે શિયાળવા, ચોગમ ફરે અંધારમાં,

ઝપકી ઉઠે શિકાર પણ ઘનઘોર, એવી શાંતિ છે,


ભોળું ડરે દિલ બીકથી, ના આવ-જા કોઈ કરે,

મેલું મળે એ રાત બનતી ચોર, એવી શાંતિ છે,


કારણ નથી કોઈ છતાં, ડરતું રહે છે મન અહીં,

નિરવ રહેલાં માર્ગ આદમખોર, એવી શાંતિ છે,


સૂઈ રહેલું લોક આખું, ઊંઘ માણે રાતની,

ભેંકાર રજનીનો ભયંકર દોર, એવી શાંતિ છે,


નિંદ્રા મહીં સપના જુએ, ઊભું જગત બસ એકલું,

એકાંતના માહોલ કેરો તોર, એવી શાંતિ છે,


શિયાળ સાથે કૂતરાઓ, જાગતાં યમદૂત સમ,

કલ્પન કરે એ પ્રેત કેરો શોર, એવી શાંતિ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror