શિયાળની લાળી
શિયાળની લાળી
ગાઢ અંધકારમાં ભૂત કરે દોડાદોડી,
તે દેખીને શિયાળ કરે લાળી,
આભાસ દેખાય અગોચર તણો,
કરે ડર ભીતરે ભાગંભાગી,
તમરાંનો અવાજ ને પાંદડાંનો ખખડાટ,
ઘુવડ કરે તીણા અવાજે ચીચીયારી,
દૂર આવેલાં કબ્રસ્તાનમાંથી જાગી ઊઠે,
ભ્રમણાઓની ભીતર કરે હાહાકારી,
ડાકણનાં ડાકલાઓ ભયંકર સાંભળી,
ડરામણી કેવી બને આ રાતલડી ?
એક એક કબરમાંથી ઊઠે મોતનાં સૂસવાટા,
સાથે ઊઠે અજનબીની ડરામણી ખીખીયાટી,
"સખી" અમાસની રાત અંધારી જાય જામતી,
ઘોરખોદીયાની ટોળીઓ કેવી ફાવતી ?