STORYMIRROR

Lata Bhatt

Horror Romance Others

4  

Lata Bhatt

Horror Romance Others

પ્રેતકન્યાનું ગીત

પ્રેતકન્યાનું ગીત

1 min
201

રાત પડે ઝાઝી જ્યાં વેળા ન વીતે,

ને બંધ થાય એક એક ડેલી,

સીમમાં ઊભી ઊભી ખડખડ હસે,

મારી સાથે આ એકલી હવેલી.


આંખોમાં ભર્યાં હતા અમે,

શમણાના નામે નર્યા આભાસ,

ગણી ગણીને મારે લેવા હતા,

શમણાઓ એટલા જ શ્વાસ.


પણ શ્વાસની કડી અધવચ તૂટી,

ને આંખ બીડાઇ ગઇ વહેલી,

ચિતા ય કેમ કરી બાળી શકે,

હું તો શમણાથી નરી ભરેલી.


રાત પડે ઝાઝી જ્યાં વેળા ન વીતે,

ને બંધ થાય એક એક ડેલી,

સીમમાં ઊભી ઊભી ખડખડ હસે,

મારી સાથે આ એકલી હવેલી.


કહો આવા શમણાને કેમ કરી,

રાખવા સાવ અદીઠ અબોલ,

ગૂંજી ઊઠે ક્યારેક શરણાઇના સૂર,

તો વાગી ઊઠે કદીક ઢોલ.


રક્તના રંગથી આખી રંગાઇ જાય,

મારી મહેંદી ભરી હથેલી,

સાહ્યબો ય કેમ કરી મળે મને,

બાઇ હું તો પ્રેતલોકને વરેલી.


રાત પડે ઝાઝી જ્યાં વેળા ન વીતે,

ને બંધ થાય એક એક ડેલી,

સીમમાં ઊભી ઊભી ખડખડ હસે,

મારી સાથે આ એકલી હવેલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Horror